✕

સુરતના સ્વામીનારાયણ મંદિરમાં ધરાવાયો ૧૩૦૦ વાનગીઓનો અન્નકૂટ

12 November, 2026 02:46 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

એવી જ રીતે અમદાવાદના શાહીબાગમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ૧૧૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ થાળ ધરાવાયો હતો. જયપુરના વૈશાલીનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટ મહોત્સવમાં ૮૦૧ વાનગીઓ ઠાકોરજીને ધરાવાઈ હતી.

સુરતના સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટ

કારતક સુદ પડવો એટલે કે બેસતા વર્ષે BAPS સંપ્રદાયના વિવિધ સ્વામીનારાયરણ મંદિરોમાં વિશાળ અન્નકૂટની પધરામણી કરવામાં આવી હતી. સુરતના સ્વામીનારાયણ મંદિરમાં ૧૩૦૦ વાનગીઓ ઠાકોરજીને ધરાવવામાં આવી હતી. આ અન્નકૂટનાં દર્શનનો લહાવો લેવા ૪૬,૦૦૦થી વધુ ભક્તો મંદિર પરિસરમાં ઊમટ્યા હતા.

એવી જ રીતે અમદાવાદના શાહીબાગમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ૧૧૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ થાળ ધરાવાયો હતો. જયપુરના વૈશાલીનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટ મહોત્સવમાં ૮૦૧ વાનગીઓ ઠાકોરજીને ધરાવાઈ હતી. એમાં ભારતીય પરંપરાગત વાનગીઓ ઉપરાંત મોમોઝ, પીત્ઝા, બર્ગર અને કેક જેવી વાનગીઓ પણ હતી.

surat ahmedabad jaipur indian cuisine national news gujarat news offbeat news culture news religious places religion