રેલવે-સ્ટેશન પર વેન્ટિલેશન માટે લીલો ગુંબજ બનાવેલો, લોકો ત્યાં આવીને નમાજ પઢવા લાગ્યા

19 February, 2026 10:49 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આખરે રેલવે-પ્રશાસને લીલો ગુંબજ ત્યાંથી હટાવી દીધો હતો અને એને છતના બીજા કિનારે મૂકી દીધો હતો

ગુંબજ

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના પિપરાઇચ ટાઉનના નવા બનેલા રેલવે-સ્ટેશન પર હવાની અવરજવર સારી રહે એ માટે એક ગુંબજ બનાવવામાં આવ્યો હતો. આ ગુંબજને લીલો રંગ કરવામાં આવ્યો હોવાથી કેટલાક લોકો એને પવિત્ર સ્થળ સમજવા લાગ્યા હતા. લીલા ગુંબજને જોઈને કેટલાક લોકો એની નીચે આવીને નમાજ પઢવા લાગ્યા હતા. એને કારણે સાર્વજનિક જગ્યા પર ભીડ જમા થવા લાગી હતી. આખરે રેલવે-પ્રશાસને લીલો ગુંબજ ત્યાંથી હટાવી દીધો હતો અને એને છતના બીજા કિનારે મૂકી દીધો હતો. હવે આ જગ્યાએ ઍસ્બેસ્ટોસની શીટથી બીજો ગુંબજ બનાવવામાં આવશે અને એને અલગ રંગ આપવામાં આવશે જેથી કોઈ પણ ધર્મના લોકો એને ધાર્મિક સ્થળ ન સમજી લે. 

offbeat news national news india uttar pradesh