અંતરીક્ષમાં ઉંદરડી પ્રેગ્નન્ટ થઈ, ધરતી પર આવીને બચ્ચાં આપ્યાં

05 January, 2026 10:21 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ ૪ ઉંદરોએ બે અઠવાડિયાં સુધી માઇક્રોગ્રૅવિટી અને સ્પેસ રેડિએશન સાથે વિતાવ્યાં એ પછી ૧૪ નવેમ્બરે પાછા ધરતી પર લાવવામાં આવ્યા હતા

ઉંદરો

અવકાશમાં રહેવાથી માણસોના સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે એનો અભ્યાસ કરવા માટે ચીને પોતાના શેનઝોઉ-૨૧ નામના સ્પેસક્રાફ્ટ પર ૪ ઉંદર મોકલ્યા હતા. આ ૪ ઉંદરોએ બે અઠવાડિયાં સુધી માઇક્રોગ્રૅવિટી અને સ્પેસ રેડિએશન સાથે વિતાવ્યાં એ પછી ૧૪ નવેમ્બરે પાછા ધરતી પર લાવવામાં આવ્યા હતા. આ અભ્યાસ દરમ્યાન એક ઉંદરડી અવકાશયાનમાં જ પ્રેગ્નન્ટ થઈ હતી, જેણે ૧૦ ડિસેમ્બરે ૯ બચ્ચાંને જન્મ આપ્યો હતો. એમાંથી છ બચ્ચાં જીવતાં રહ્યાં હતાં. ચાઇનીઝ નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે અંતરીક્ષયાત્રાથી ઉંદરોની પ્રજનનક્ષમતા પર કોઈ ખરાબ અસર નથી પડતી. માણસો અને ઉંદરો જિનેટિકલી ખૂબ મળતા આવતા હોવાથી માણસો પર થનારી અસરો સમજવા માટે ઉંદરો પર પ્રયોગ થાય છે.

offbeat news china international news world news wildlife