12 November, 2026 02:46 PM IST | Sweden | Gujarati Mid-day Correspondent
સંગીતકારે આૅક્ટોપસને પિયાનો વગાડતાં શીખવ્યું
સ્વીડનના એક મ્યુઝિશ્યને ઑક્ટોપસને પિયાનો વગાડતાં શીખવી દીધું છે. આ માટે ઑક્ટોપસને તેણે લિટરલી ટ્રેઇનિંગ આપી છે. મટિઅસ ક્રૅન્ટ્સ નામના સ્વીડિશ મ્યુઝિશ્યને ઑક્ટોપસને લગભગ ૬ મહિના સુધી પિયાનો વગાડવાની ટ્રેઇનિંગ આપી હતી. પહેલાં તેણે નકલી કરચલાનું પ્રલોભન આપ્યું, પરંતુ ઑક્ટોપસ એનાથી ટસનો મસ ન થયો. એને રિયલ કરચલાનું પ્રલોભન આપીને અને પિયાનોની ચોક્કસ સ્વીચ પર વારાફરતી પગ કેવી રીતે મૂકવો એની તાલીમ આપવામાં આવી. એનાથી ઑક્ટોપસ એક છેડેથી બીજા છેડે જાય ત્યારે એક આખી ધૂન વાગે અને એને કરચલો ખાવા મળે.