હે ભોળાનાથ, મારા પપ્પાનો દારૂ છોડાવી દો

15 February, 2026 02:51 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

નવ વર્ષની છોકરી કાવડયાત્રા કરવા નીકળી અને પ્રાર્થના કરી...

૯ વર્ષની એક બાળકી ખભા પર કાવડ લઈને ભગવાન શિવના દરબારમાં પહોંચી હતી.

અલીગઢના ગંભીરપુરા મોહલ્લામાં હૃદયને સ્પર્શી જાય એવી એક ઘટના ઘટી. ૯ વર્ષની એક બાળકી ખભા પર કાવડ લઈને ભગવાન શિવના દરબારમાં પહોંચી હતી. તેણે પોતાના પિતાની દારૂની લત છોડાવવાની માનતા સાથે આ કામ કરેલું. ૯ વર્ષની છોકરી ભગવાન પાસે કંઈક માગે તો શું માગી શકે? આ બાળકીએ કોઈ રમકડાં, નવાં કપડાં કે મીઠાઈઓ નહીં પણ ઘરમાં શાંતિ મળે એવું કંઈક માગ્યું. રોજ પિતાને દારૂ પીને ઘરમાં મારપીટ અને ભાંગફોડ કરતા જોઈને થાકેલી આ કન્યાએ મહાશિવરાત્રિ પહેલાં કાવડયાત્રા કરીને શિવજી પાસેથી એક વરદાન માગ્યું હતું કે હે ભોલેનાથ, મારા પપ્પાનો દારૂ છોડાવી દો.

offbeat news aligarh national news india culture news religious places mahashivratri