✕

સમાજસેવી મહિલા સરપંચપદની ઉમેદવારીમાં હારી ગયાં તો પચીસ લાખ રૂપિયાનો ચૂંટણીખર્ચ

27 October, 2026 06:33 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

૪૫ વર્ષનાં ચિડી દેવી અને તેમના પતિ હેમારામ રાવ લાંબા સમયથી ખેતી અને સમાજસેવા સાથે જોડાયેલાં છે.ગ્રામજનોના કહેવાથી જ ચિડી દેવીએ આ વખતે મહિલા અનામત બેઠક પરથી સરપંચપદની ચૂંટણી લડી હતી.

હાર બાદ ગામનો સાથ

સામાન્ય રીતે ચૂંટણી જીતનાર ઉમેદવારના વિજયની ઉજવણી થતી હોય છે, પરંતુ રાજસ્થાનના એક ગામમાં ગ્રામજનોએ હારેલા ઉમેદવારના પડખે ઊભા રહીને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજસ્થાનની ભદૌરા ગ્રામપંચાયતમાં આવતા મોડી ગામનાં મહિલા ઉમેદવાર ચિડી દેવી સરપંચપદની ચૂંટણી હારી ગયાં હતાં, પરંતુ ગામના લોકોએ તેમની વહારે આવીને તેમણે ચૂંટણીના પ્રચારરૂપે કરેલો પચીસ લાખ રૂપિયાનો ખર્ચ ફન્ડફાળો એકઠો કરીને પરત કર્યો હતો. 

૪૫ વર્ષનાં ચિડી દેવી અને તેમના પતિ હેમારામ રાવ લાંબા સમયથી ખેતી અને સમાજસેવા સાથે જોડાયેલાં છે. ગ્રામજનોના કહેવાથી જ ચિડી દેવીએ આ વખતે મહિલા અનામત બેઠક પરથી સરપંચપદની ચૂંટણી લડી હતી. જોકે તેઓ ચૂંટણીમાં તેમનાં હરીફ ઉમેદવાર ગિરિજા સાંદુ સામે ૧૬૨ મતથી હારી ગયાં હતાં.  

પરિણામ જાહેર થયા બાદ ગ્રામજનોએ એક સભા બોલાવી હતી અને ચૂંટણીની તૈયારીઓમાં થયેલો ખર્ચ તેમ જ તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પચીસ લાખ રૂપિયા એકઠા કરીને ચિડી દેવીના ઘરે પહોંચાડ્યા હતા. આ આર્થિક સહયોગથી ભાવુક થયેલા હેમારામ રાવે જણાવ્યું હતું કે ચૂંટણી હારવાનો મલાલ ગામના લોકોના આ અપાર પ્રેમને કારણે દૂર થઈ ગયો છે.

rajasthan finance news national news offbeat news gujarat news