અમદાવાદની રબર ડૉલ : માત્ર ૮ વર્ષની તક્ષ્વી વાઘાણીએ બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

01 July, 2026 03:29 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદની રબર ડૉલ : ૧૬ સેન્ટિમીટરના બાર નીચેથી સ્કેટિંગ કરીને માત્ર ૮ વર્ષની તક્ષ્વી વાઘાણીએ બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

તક્ષ્વી વાઘાણી

ગુજરાતની દીકરીએ ફરી એક વાર દેશનું નામ રોશન કર્યું છે. માત્ર ૮ વર્ષની તક્ષ્વી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે અંકે કર્યો છે. અમદાવાદની તક્ષ્વીએ માત્ર ૧૬ સેન્ટિમીટરની અત્યંત ઓછી ઊંચાઈ ધરાવતા બાર નીચેથી ૧૦ મીટર સુધીનું લિમ્બો સ્કેટિંગ કરીને દુનિયામાં સૌથી નીચો લિમ્બો સ્કેટિંગનો રેકૉર્ડ બનાવ્યો છે.
તક્ષ્વી માટે આ પહેલો વર્લ્ડ રેકૉર્ડ નથી. ૨૦૨૪માં પણ તેણે આ જ રીતે ૧૬ સેન્ટિમીટરની ઊંચાઈએ પચીસ મીટરનું અંતર કાપીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૪ વર્ષની ઉંમરથી સ્કેટિંગ શરૂ કરનારી તક્ષ્વીએ રોજ ચારથી પાંચ કલાકની આકરી મહેનતથી આ સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં અમદાવાદમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની ટીમની હાજરીમાં આ ઇતિહાસ સર્જાયો હતો. તક્ષ્વીને ગિનેસનું ઑફિશ્યલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. 
તક્ષ્વીના પપ્પાએ જણાવ્યું કે તેમની દીકરીનું સપનું ઑલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. 

offbeat news gujarat news gujarat ahmedabad sports news sports guinness book of world records