✕

રાતે ખુલ્લામાં કચરો ફેંકવા ગયા તો કૅમેરામાંથી જાહેરાત થશે, ઓ ભાઈ કૂડા ઉઠાઓ યહાં સે...

13 October, 2026 04:09 PM IST  |  Greater Noida | Gujarati Mid-day Correspondent

ગ્રેટર નોએડાના સેક્ટર બીટા-૧માં ખુલ્લામાં કચરો ફેંકનારાઓ પર નજર રાખવા માટે CCTV કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કૅમેરા માત્ર જે ઘટના થાય છે એ રેકૉર્ડ કરવાનું કામ જ નથી કરતા, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે.

રાતે ખુલ્લામાં કચરો ફેંકવા ગયા તો કૅમેરામાંથી જાહેરાત થશે, ઓ ભાઈ કૂડા ઉઠાઓ...

ગ્રેટર નોએડાના સેક્ટર બીટા-૧માં ખુલ્લામાં કચરો ફેંકનારાઓ પર નજર રાખવા માટે CCTV કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કૅમેરા માત્ર જે ઘટના થાય છે એ રેકૉર્ડ કરવાનું કામ જ નથી કરતા, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે. કોઈ આ કૅમેરામાં કચરો ફેંકીને જતું પકડાય કે તરત જ એ કૅમેરાની સાથે જોડાયેલા સ્પીકરમાંથી જાહેર અનાઉન્સમેન્ટ થાય છે. કચરો ફેલાવનારા લોકો મોટા ભાગે રાતના સમયે જ્યાં-ત્યાં કચરો ફેંકી જતા હોય છે એટલે કૅમેરા થર્મલ હીટ સેન્સિટિવ છે. ૯ ઑક્ટોબરની રાતે ૧૦.૧૫ વાગ્યે આ જગ્યાએ એક માણસ કચરો ફેંકીને જઈ રહ્યો હતો ત્યારે જાણે આકાશવાણી થતી હોય એમ કૅમેરાના સ્પીકરમાંથી જાહેરાત થાય છે - ઓ ભાઈ કૂડા ઉઠાઓ યહાં સે. શરૂઆતમાં કચરો ફેંકનારને સમજાયું નહીં કે અવાજ ક્યાંથી આવ્યો છે એટલે તે એમ જ ત્યાંથી જવાની કોશિશ કરવા લાગ્યો તો ફરીથી અનાઉન્સમેન્ટ થઈ ‘જો કચરો નહીં ઉઠાવવામાં આવે તો સવારે તમારા ઘરે ચલાન પહોંચી જશે’. એ સાંભળીને પેલો માણસ ફેંકેલો કચરો પાછો ઉઠાવીને ત્યાંથી જતો રહેતો દેખાય છે. 
સોશ્યલ મીડિયામાં આ પ્રયોગ ખૂબ વાઇરલ થયો છે. જાહેર જગ્યાઓને સ્વચ્છ રાખવા માટે જો માણસો જાતે ન સમજતા હોય તો આ સિસ્ટમ કામની છે. 

offbeat news greater noida noida ai artificial intelligence national news