08 February, 2026 01:21 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ લગ્નોના બુફેમાં જાતજાતનાં ક્વિઝીન અને વાનગીઓની ભરમાર જોઈને મહેમાનો કન્ફ્યુઝ થઈ જાય છે કે શું ખાવું અને શું નહીં. ઘણી વાર અમુક ચીજો થાળીમાં લઈ લીધા પછી વિચાર આવે છે કે કાશ પેલું ટ્રાય કર્યું હોત તો સારું થાત. આ સમસ્યાનું સમાધાન કરવા માટે બૅન્ગલોરના પંકજ નામના એક ટેક-એક્સપર્ટે દાવો કર્યો છે કે તેણે એક AI ટૂલ બનાવ્યું છે જે ભારતીય લગ્નોમાં બુફેમાં લોકોની ખાવાની મૂંઝવણને દૂર કરશે. આ સૉફ્ટવેઅર પ્રોફેશનલ છે. તેનું કહેવું છે કે બિગ બુફે મેનુ એક છળ છે કેમ કે એમાં જાતજાતની વાનગીઓ જોઈને લોકો એ ઉઠાવી તો લે છે, પણ બધું જ ચાખ્યાનો સંતોષ નથી મળતો. આ સમસ્યાના સમાધાન માટે BuffetGPT નામનું એક AI ટૂલ બનાવ્યું છે. એ આખા બુફે મૅનુને સ્કૅન કરીને તમારા માટે પર્સનલ ખાવાની આઇટમોનો પ્લાન તૈયાર કરે છે. શું પહેલા ખાવું અને શું પછી અને કઈ રીતે બેસ્ટ ઑપ્શન પસંદ કરવો એ પણ આ ટૂલ જ નક્કી કરી આપશે. પંકજના આ નવા આઇડિયાને સોશ્યલ મીડિયા પર લોકો બહુ પસંદ કરી રહ્યા છે. આ ટૂલ મજેદાર તો છે જ અને ક્રીએટિવ પણ. જોકે તેને એક મહત્ત્વનું સૂચન મળ્યું છે કે એ ટૂલમાં જે-તે કેટરરના રિવ્યુ જોવાનું ફીચર પણ હોવું જોઈએ. વાનગી ઉપરાંત કેટરરનો રિવ્યુ પણ ધ્યાનમાં લેવાય તો વધુ સારું રિઝલ્ટ મળી શકે છે.