સાળી સાથે છેડછાડ કરવાના મામલે ૭ વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યો, પછી સાળીજી કહે છે...

12 March, 2026 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ખૂબ ઊંઘમાં હતી એટલે કદાચ મને સપનું આવ્યું હશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કાનપુરમાં એક વ્યક્તિ પર ૭ વર્ષ સુધી કેસ ચાલ્યો. એ પણ પોતાની જ સાળી સાથે છેડછાડ કરવાનો. જોકે આખરે ખબર પડી કે એ છેડછાડ અસલમાં નહોતી થઈ પરંતુ સાળીના સપનામાં થઈ હતી. ૨૦૧૯માં ઍરફોર્સમાં કામ કરતા અનુરાગ શુક્લા પોતાની પત્નીને લેવા માટે તેના પિયર ગયા હતા. એ વખતે એક રાતે તેમની સાળીએ અચાનક જ શોરબકોર મચાવીને આરોપ લગાવ્યો કે બનેવીએ તેની સાથે છેડછાડ કરી છે. પરિવારજનોએ આ વાતને ગંભીરતાથી લઈને કેસ કર્યો અને પોલીસે અનુરાગને જેલમાં પૂરી દીધો. લગભગ ૧૯ દિવસ જેલમાં રહ્યા પછી તેને જામીન મળી ગયા, પરંતુ કેસ ચાલતો રહ્યો. ૭ વર્ષ સુધી કેસ ચાલ્યો અને આખરે કોર્ટમાં હાજર થવાના પળે સાળીએ જે નિવેદન આપ્યું એ સૌના પગ તળેથી ધરતી સરકાવી દેનારું હતું. સાળીએ કહ્યું, ‘હું એ રાતે દવા લઈને સૂતી હતી અને અડધી ઊંઘમાં હતી. મને સપનામાં લાગ્યું હતું કે જીજાજીએ મને પકડી લીધી છે એટલે બૂમો પાડવાની શરૂ કરી હતી. મને બહુ પાછળથી સમજાયું કે આ ઘટના સપનામાં ઘટી હતી.’

Rape Case kanpur offbeat news national news Crime News