19 October, 2025 11:27 AM IST | Italy | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇટલીના મિલાનથી દિલ્હીની ફ્લાઇટ પકડી રહેલા ૨૫૬ જેટલા પૅસેન્જરોને મોટો આઘાત સહન કરવો પડ્યો હતો. તેમને લઈને દિલ્હી આવનારી ઍર ઇન્ડિયા ડ્રીમલાઇનરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એ કારણે ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી. હવે તેમને દિવાળીના દિવસે અથવા એ પછીના જ દિવસે રિપ્લેસમેન્ટ ફ્લાઇટ મળી શકશે એવી માહિતી ઍરલાઇન્સના પ્રવક્તાએ આપી હતી. આ પૅસેન્જરોને દિલ્હી પહોંચાડવા માટે બીજી ફ્લાઇટ્સમાં ટિકિટ અવેલેબલ ન હોવાને કારણે તેમને તાત્કાલિક ટિકિટ આપી શકાય એમ ન હોવાનું જણાવીને પ્રવક્તાએ કહ્યું હતું કે આ તમામ પૅસેન્જરોની રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.