02 March, 2026 01:24 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં શનિવારે બપોરે એક ચાલતી સ્કૂલબસની ફર્શ અચાનક તૂટી ગઈ હતી. તળિયું તૂટી જતાં બસમાં બેઠેલી આઠ વર્ષની એક નાનકડી બાળકી એ બાકોરામાંથી નીચે સરકી ગઈ અને બસના પાછળના પૈડા નીચે કચડાઈને મૃત્યુ પામી હતી. બસ તરત રોકવામાં આવી હતી, પરંતુ એ પહેલાં બાળકીના શરીર પરથી પૈડું ફરી વળ્યું હતું. ડ્રાઇવર મૃત બાળકીને બસમાં મૂકીને ત્યાંથી ભાગવા માંડ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેને પકડી પાડ્યો હતો.