ગર્ભવતી પત્નીનું મૃત્યુ થતાં પતિને હાર્ટ-અટૅક આવ્યો, બન્નેના સાથે અંતિમ સંસ્કાર થયા

07 November, 2025 02:07 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આકાશ પાંચ ભાઈ-બહેનોમાં ચોથા નંબરનો હતો અને શહેરની દુકાન પર કામ કરતો હતો.

પતિ અને પત્નીનાં મૃત્યુ એકસાથે થવાથી પરિવારજનો જ નહીં, આખું ગામ આઘાતમાં સરી પડ્યું હતું.

હજી એક વર્ષ પહેલાં જ ઉત્તર પ્રદેશના અમેઠીમાં ૨૦ વર્ષની જ્યોતિનાં લગ્ન બાવીસ વર્ષના આકાશ સાથે થયાં હતાં. જનમોજનમ સાથે રહેવાની કસમો હજી તો તાજી હતી અને ઘરે પારણું ઝૂલશે એની ખુશી પણ હતી. જોકે ૮ મહિનાની પ્રેગ્નન્ટ પત્નીની ડિલિવરી દરમ્યાન કૉમ્પ્લીકેશન્સ સર્જાતાં જ્યોતિને રાયબરેલીની મોટી હૉસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું. પરિવારજનો મોટી હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જ્યોતિને મૃત ઘોષિત કરી દેવામાં આવી. બુધવારે બપોરે પત્નીનો જીવ ગયો એ પછી આકાશને એટલો આઘાત લાગ્યો હતો કે તે સૂનમૂન હતો. રાતે આઠ વાગ્યે આકાશને પણ હાર્ટ-અટૅક આવ્યો અને તેણે પણ જીવ છોડી દીધો.

આકાશ પાંચ ભાઈ-બહેનોમાં ચોથા નંબરનો હતો અને શહેરની દુકાન પર કામ કરતો હતો. પતિ અને પત્નીનાં મૃત્યુ એકસાથે થવાથી પરિવારજનો જ નહીં, આખું ગામ આઘાતમાં સરી પડ્યું હતું.

offbeat news uttar pradesh india national news