મટકામૅન અને તેના મિશન વિશે આનંદ મહિન્દ્રની પોસ્ટ

26 October, 2021 11:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લોકોમાં મટકામૅન તરીકે ઓળખાતા અલગ નટરાજન નબળા વર્ગના લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે

અલગ નટરાજન

પ્રેરણાદાયી સ્ટોરીઓ વાંચવી કે સાંભળવી દરેકને ગમે છે. આવી સ્ટોરીઓ લોકોમાં પૉઝિટિવિટી પ્રસરાવે છે. આનંદ મહેન્દ્ર ટ્વિટર પર ઍક્ટિવ છે અને લોકો વચ્ચે આવી હકારાત્મક અભિગમ ધરાવતી સ્ટોરીઓ કરતા રહે છે. તાજેતરમાં તેમણે અલગ નટરાજનની સ્ટોરી ટ્વિટર પર મૂકી છે. લોકોમાં મટકામૅન તરીકે ઓળખાતા અલગ નટરાજન નબળા વર્ગના લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે.

આ સુપરહીરો મટકામૅન ઇંગ્લૅન્ડમાં એક ઉદ્યોગ સાહસિક હતા અને કૅન્સરની બીમારીને મહાત આપીને ગરીબોની સેવા કરવા ભારત પાછા ફર્યા હતા. આનંદ મહિન્દ્રએ વિડિયોને ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘તમારા આવા ઉમદા કાર્યનો ભાગ બનાવીને મહિન્દ્રની બોલેરોને સન્માનિત કરવા બદલ સર તમારો આભાર.’

નટરાજને દિલ્હીભરના વંચિત લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની તેમની પહેલ શરૂ કરીને અત્યાર સુધી દક્ષિણ દિલ્હીમાં તેમ જ એની આસપાસ લગભગ ૧૫ મટકા-સ્ટૅન્ડ ઊભાં કર્યાં છે. આ ઉપરાંત, તેઓ ખોરાકનું વિતરણ પણ કરે છે.

offbeat news national news