આંધ્ર પ્રદેશ: શિક્ષકે વિદ્યાર્થિનીને માર મારતા તેના ખોપરીમાં ગંભીર ફ્રૅક્ચર થયું

16 September, 2025 06:43 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Online Correspondent

દીકરીના સ્વાસ્થ્યની ચિંતામાં, તેના માતા-પિતાએ તેને પુંગનુરમાં એક ખાનગી તબીબી સુવિધામાં લઈ ગયા હતા. પ્રારંભિક મૂલ્યાંકન પછી, તબીબી સ્ટાફ પણ તેની સ્થિતિથી ગભરાઈ ગયો અને ખાસ સારવાર માટે નાગશ્રીને બૅંગ્લોર ખસેડવાની ભલામણ કરી હતી.

પીડિતાનો ઍક્સરે (તસવીર: X)

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુરમાં એક ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને શિક્ષકે માર મારતા ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિનીના વર્ગ શિક્ષકે તેને માર મારતા તેની ખોપરીમાં ગંભીર ફ્રેક્ચર થયું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ૧૦ સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટનાથી પીડિતાના માતા-પિતા અને અન્ય વિદ્યાર્થીઓ શાળામાં તેમના બાળકોની સલામતી અંગે ચિંતિત થયા છે. પીડિતાની ઓળખ ૧૧ વર્ષની સાત્વિકા નાગશ્રી તરીકે થઈ છે, જે પુંગનુરના હરિ અને વિજયાની પુત્રી છે. મીડિયા અહેવાલો અનુસાર, એક હિન્દી શિક્ષકે વર્ગમાં ગેરવર્તણૂક કરવા બદલ સજા તરીકે તેના માથા પર સ્કૂલ બૅગથી માર માર્યો હતો. શરૂઆતમાં, પીડિતાની માતા વિજયા, જે તે જ શાળામાં કામ કરે છે, તેમણે આ ઘટનાને ગંભીરતાથી લીધી નહીં, કારણ કે તેમણે શિક્ષકનું આ કૃત્ય સજાનું નિયમિત કૃત્ય હતું. જોકે, પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને નાગશ્રીને સતત માથાનો દુખાવો થવા લાગ્યો. આ કારણે તે ત્રણ દિવસ સુધી શાળામાં જઈ શકી નહીં.

દીકરીના સ્વાસ્થ્યની ચિંતામાં, તેના માતા-પિતાએ તેને પુંગનુરમાં એક ખાનગી તબીબી સુવિધામાં લઈ ગયા હતા. પ્રારંભિક મૂલ્યાંકન પછી, તબીબી સ્ટાફ પણ તેની સ્થિતિથી ગભરાઈ ગયો અને ખાસ સારવાર માટે નાગશ્રીને બૅંગ્લોર ખસેડવાની ભલામણ કરી હતી. ત્યારબાદ પીડિતાંએ બૅંગ્લોરની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં વ્યાપક તબીબી પરીક્ષણોમાં જાણવા મળ્યું કે હિન્દી શિક્ષકના માર મારવાથી વિદ્યાર્થિનીને ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું. તેની ઇજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ડૉકટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ખોપરીમાં ફ્રેક્ચરની પુષ્ટિ થયા પછી, નાગશ્રીની માતા અને પરિવારના અન્ય સભ્યોએ સોમવારે સાંજે શાળાના અધિકારીઓ સામે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને હવે આરોપી શિક્ષણ સામે કેસ નોંધવામાં આવ્યો અને ઔપચારિક તપાસ શરૂ થઈ ગઈ છે, એમ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. આ ઘટનાએ વાલીઓ અને વ્યાપક સમુદાયમાં ગુસ્સો ફેલાવ્યો છે, જેના કારણે શિક્ષકોની શિસ્તભંગ પ્રથાઓ અને વિદ્યાર્થીઓના કલ્યાણનું રક્ષણ કરવાની શાળા પ્રશાસનની ફરજ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

10 દિવસની બાળકીને જીવતી દાટી દીધી! રડવાનો અવાજ આવતા ગામના લોકોએ બચાવી, તપાસ શરૂ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી જૈતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌહરવાર ગામ પાસેના ખેતરમાં 10 દિવસની એક માસૂમ બાળકીને જીવતી દાટી દેવામાં આવી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને, પશુઓ ચરાવતા ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને તેને ખાડામાંથી બહાર કાઢીને તેનો જીવ બચી ગયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે ખેતર નજીકથી પસાર થતી વખતે તેમને એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે તેમણે જોયું કે ખાડામાં દટાયેલી એક બાળકીનો હાથ બહાર નીકળી રહ્યો હતો અને બાકીનો શરીર માટીમાં દટાયેલું હતું. આ દ્રશ્ય જોઈને ગ્રામજનો દંગ રહી ગયા. તેમણે તાત્કાલિક બાળકીને માટીમાંથી બહાર કાઢી અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

andhra pradesh offbeat news national news Education Crime News