14 November, 2025 12:44 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
એક નાનકડું ઊનનું ગૂંથેલું પૉકેટ, એની કિંમત ૨૩૦ અમેરિકન ડૉલર
લક્ઝરી બ્રૅન્ડ્સ હવે નાની અને રૂટીન આઇટમોને પણ એટલી મોંઘીદાટ કરી મૂકે છે કે એને હાઈ-ફૅશન ઍક્સેસરીઝ કહેવી કે હાઈ-ફાઇ લૂંટ એ જ સમજાતું નથી. ઍપલે તાજેતરમાં જૅપનીઝ ફૅશન-ડિઝાઇનર આઇઝી મિયાકે સાથે ભેગા મળીને ઊનથી ગૂંથેલાં પાઉચ લૉન્ચ કર્યાં છે. એક નાનકડું ઊનનું ગૂંથેલું પૉકેટ આઇફોન મૂકવા માટે હોવાથી એની કિંમત ૨૩૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૨૦,૫૦૦ રૂપિયા છે. આ પૉકેટને હાથમાં લટકાવી શકાય એમ છે, બૅગની અંદર બાંધી શકાય એમ છે તો કોઈક એને સ્લિંગ બૅગની જેમ ખભે પણ લટકાવી શકે એમ છે. જોકે સવાલ એ છે કે જેટલા રૂપિયામાં એક આખો સ્માર્ટફોન આવી જાય એટલામાં ઊનનું ગૂંથેલું પર્સ કોણ લેશે?