જામી ગયેલી નદી પરના બરફની પરત તૂટી ગઈ, બે સહેલાણીઓ ઠંડાગાર પાણીમાં ડૂબી ગયા

18 January, 2026 01:50 PM IST  |  Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent

બરફની પરત પણ તૂટી પડતાં તે ઊંડાં પાણીમાં ગરક થઈ ગયો હતો. દીનુ અને મહાદેવ નામના બે સહેલાણીઓનાં મૃત્યુ થયાં હતાં.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

‍અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલા લેક અત્યારે ભયંકર ઠંડીને કારણે થીજી ગયું છે. તળાવ પરની જામેલી બરફની પરત જોઈને એના પર ટહેલવા નીકળેલા કેરલાના બે સહેલાણીઓ એમાં ડૂબી ગયા હતા. ૭ પર્યટકોનું ગ્રુપ ત્યાં ફરવા ગયું હતું. બધા થીજેલા લેક પર ચાલી રહ્યા હતા. એવામાં અચાનક બે જણના પગ નીચેનો બરફ તૂટી પડ્યો અને તેઓ ઠંડાં પાણીમાં જઈ પડ્યા. એ જોઈને ત્રીજા સહેલાણીએ તેમને હાથ આપીને બચાવવાની કોશિશ કરી. એ કોશિશના ભાગરૂપે એક જણ બચી ગયો, પરંતુ તે જ્યાં ઊભો હતો ત્યાંની બરફની પરત પણ તૂટી પડતાં તે ઊંડાં પાણીમાં ગરક થઈ ગયો હતો. દીનુ અને મહાદેવ નામના બે સહેલાણીઓનાં મૃત્યુ થયાં હતાં.

offbeat news national news india arunachal pradesh