દીવાલ તોડીને બહાર આવેલા ઝાડની આસપાસ અનોખું પેઇન્ટિંગ

17 February, 2026 11:29 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

ભેજલ નામની આર્ટિસ્ટે આ આખું આર્ટવર્ક સ્પ્રે પેઇન્ટિંગ દ્વારા કઈ રીતે બન્યું એની પ્રોસેસ શૅર કરી છે.

જુઓ કલાકારી

આસામના ગુવાહાટીમાં એક કલાકારે ગુવાહાટી યુનિવર્સિટીની તૂટી ગયેલી કમ્પાઉન્ડ-વૉલ પર અદ્ભુત મ્યુરલ પેઇન્ટિંગ કરીને એને ખૂબસૂરત બનાવી દીધી હતી. એક ઝાડનું થડ દીવાલ તોડીને વિકસ્યું હતું એટલે દીવાલ જર્જરિત થઈ ગઈ હતી. એક આર્ટિસ્ટે એ દીવાલ પર હરણનું ચિત્ર દોરી નાખ્યું અને આડાઅવળા ઊગેલા વૃક્ષને હરણનાં જાયન્ટ શિંગડાં જેવું સ્વરૂપ આપી દીધું. સોશ્યલ મીડિયા પર આ ક્રીએટિવિટી ખૂબ વખણાઈ છે. ભેજલ નામની આર્ટિસ્ટે આ આખું આર્ટવર્ક સ્પ્રે પેઇન્ટિંગ દ્વારા કઈ રીતે બન્યું એની પ્રોસેસ શૅર કરી છે.

offbeat news assam india national news