21 April, 2026 02:30 PM IST | Assam | Gujarati Mid-day Correspondent
સ્પેસમાં અવકાશયાત્રીએ બિહૂ ડાન્સ કર્યો
ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશન પર એક અમેરિકન અવકાશયાત્રી માઇક ફિન્કેએ તાજેતરમાં સ્પેસ-સ્ટેશનમાં આસામીઝ બિહૂ ડાન્સ કરતો વિડિયો શૅર કર્યો હતો. માઇકભાઈની પત્ની આસામની છે. આસામમાં નવા વર્ષના અવસરે રોંગાલી બિહૂ નામનો ઉત્સવ મનાવાય છે. માઇક ફિન્કે પત્નીના કલ્ચરને પ્રમોટ કરવા માટે પારંપરિક લાલ રંગનો ગમછો પહેરીને બિહૂ નૃત્ય કરતો દેખાય છે અને બૅકગ્રાઉન્ડમાં બિહૂનાં પ્રસિદ્ધ ગીતો વાગે છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશનમાં બિહૂ.’