હવામાં ૩ મિનિટ સુધી ગરદનના સહારે ચકરડી ખાતી રહી આ યુવતી

22 July, 2026 01:43 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાની સર્કસ કલાકાર ટિફની ફીલ્ડે ગરદનના સહારે દોરડા પર લટકીને સતત 3 મિનિટ 18 સેકન્ડ સુધી સ્પિન કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો. પગની સર્જરી બાદ રિકવરી દરમિયાન કરેલો આ સ્ટન્ટ અત્યંત જોખમી હતો.

હવામાં ૩ મિનિટ સુધી ગરદનના સહારે ચકરડી ખાતી રહી આ યુવતી

સર્કસમાં કામ કરતી ઑસ્ટ્રેલિયાની ૨૭ વર્ષની ટિફની ફીલ્ડ નામની યુવતીએ વર્લ્ડ રેકૉર્ડ માટે જે કરતબ કર્યું એ જોતી વખતે પણ ભલભલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ટિફનીએ પોતાની ગરદનના સહારે દોરડા પર લટકીને સ્પિન કરવાનો સ્ટન્ટ કર્યો હતો. સર્કસમાં આ પ્રકારના સ્ટન્ટ્સ સૌથી જોખમી કહેવાય છે અને મોટા ભાગે આવાં સ્પિનિંગ ૨૦થી ૩૦ સેકન્ડ્સ માટે જ થતાં હોય છે. આ પહેલાં ગરદનથી લટકીને ચકરડી ખાવાનો વિશ્વવિક્રમ પણ એક મિનિટનો જ હતો જે અમેરિકાની એક યુવતીએ બનાવ્યો હતો. ટિફનીએ તેનો રેકૉર્ડ તોડીને સતત ૩ મિનિટ અને ૧૮ સેકન્ડ માટે હવામાં સ્પિન કરવાનો વિક્રમ બનાવ્યો હતો. નવાઈની વાત એ છે કે ટિફનીએ આ રેકૉર્ડ ત્યારે બનાવ્યો હતો જ્યારે તેના પગની સર્જરી થઈ હોવાથી તેણે સર્કસમાંથી બ્રેક લેવો પડ્યો હતો. ૨૦૨૫માં તેના પગની સર્જરી થઈ હતી અને હજી તેની રિકવરી થઈ રહી છે. એક પગમાં સેન્સેશન ન હોવા છતાં તેણે ગરદનથી લટકવાનો સ્ટન્ટ કર્યો હતો અને સતત ૩ મિનિટથી વધુ સમય સુધી ચકરડી ખાતી રહી. આ સ્ટન્ટમાં એક નાની ગરબડ તેનો જીવ લઈ શકે એમ હતી.

australia guinness book of world records world news international news news offbeat news hatke news