ભિક્ષુકને આપો તો તેય ન પહેરે એવા જૅકેટનો ભાવ છે ૮૪,૦૦૦ રૂપિયા

04 November, 2025 12:42 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ફૅશનના નામે કંઈ પણ વેચાઈ શકે અને જો એ આવિષ્કાર કોઈ મોટી બ્રૅન્ડનો હોય તો એ બ્રૅન્ડના નામના પૈસા પણ એમાં જોડાઈ જાય. અમેરિકાના બૅલેન્સિયાગા નામના બુટિકે ‘ડિસ્ટ્રૉય્ડ’ નામનું એક જૅકેટ બહાર પાડ્યું હતું.

ભિક્ષુકને આપો તો તેય ન પહેરે એવા જૅકેટનો ભાવ છે ૮૪,૦૦૦ રૂપિયા

ફૅશનના નામે કંઈ પણ વેચાઈ શકે અને જો એ આવિષ્કાર કોઈ મોટી બ્રૅન્ડનો હોય તો એ બ્રૅન્ડના નામના પૈસા પણ એમાં જોડાઈ જાય. અમેરિકાના બૅલેન્સિયાગા નામના બુટિકે ‘ડિસ્ટ્રૉય્ડ’ નામનું એક જૅકેટ બહાર પાડ્યું હતું. નામ મુજબ આ જૅકેટ પૂરેપૂરું ડિસ્ટ્રૉય થઈ ચૂક્યું છે. આગળથી અને પાછળથી એના લીરેલીરા ઊડી ચૂક્યા છે. આજકાલ ફાટેલાં જીન્સ જેમ બહુ ચાલે છે એવું જ કંઈક જૅકેટમાં આ બુટિક દ્વારા કરવામાં આવ્યું હતું. બૅલેન્સિયાગાએ આ જૅકેટનાં ખૂબ લિમિટેડ પીસ બનાવ્યાં હતાં અને એની કિંમત ૯૫૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૮૪,૦૦૦ રૂપિયા છે. નવાઈની વાત એ છે કે જૅકેટ લૉન્ચ થયાના ૨૪ જ કલાકમાં એ સોલ્ડઆઉટ થઈ ગયાં. આ જૅકેટને લોકો આજની પેઢીની બળવાખોર લક્ઝરી સાથે સરખાવે છે. 

fashion news fashion offbeat news united states of america international news world news