21 April, 2026 02:26 PM IST | China | Gujarati Mid-day Correspondent
રોબોએ દોડવામાં માણસોનો રેકૉર્ડ તોડી નાખ્યો
ચીનમાં રવિવારે રોબોની મૅરથૉનનું આયોજન થયું હતું. બીજિંગના રોડ પર અનેક કંપનીઓના રોબો આ રેસમાં જોડાયા હતા. આ મૅરથૉનમાં રોબોએ હાફ મૅરથૉન એટલે કે ૨૧ કિલોમીટરનું અંતર પાર કરવાનું હતું. રોબોની મૅરથૉન આ પહેલાં બીજિંગમાં પણ થઈ હતી, પરંતુ આ વખતે હોનર કંપનીએ બનાવેલા ૧૬૯ સેન્ટિમીટર ઊંચા લાઇટનિંગ રોબોએ રેકૉર્ડ તોડી નાખ્યો. આ રોબોએ ૫૦ મિનિટ ૨૬ સેકન્ડમાં ૨૧ કિલોમીટરની દોડ પૂરી કરી દીધી હતી. મતલબ કે મશીને મૅરથૉનમાં માણસને પણ પાછળ પાડી દીધા હતા.