રિક્ષામાં ખોલી દીધી હરતી-ફરતી લાઇબ્રેરી

27 April, 2026 03:04 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરે અંદર એક નાની રૅક લગાવી છે જેમાં અલગ-અલગ પ્રકારની બુક્સ સજાવેલી છે

બૅન્ગલોરના એક રિક્ષાવાળાએ અનોખી પહેલ શરૂ કરી છે.

બૅન્ગલોરનો ટ્રાફિક ભારતભરમાં બહુ ફેમસ છે. અહીં કલાકો સુધી લોકો ટ્રાફિક જૅમમાં ફસાયેલા રહે છે. એવામાં બૅન્ગલોરના એક રિક્ષાવાળાએ અનોખી પહેલ શરૂ કરી છે. સામાન્ય રીતે ટ્રાફિકમાં ફસાયેલા લોકો રિક્ષા કે કારમાં બેસીને મોબાઇલમાં ડૂબેલા રહેતા હોય છે, પરંતુ અક્ષય ચકલબેદી નામના ઑટો-ડ્રાઇવરે પોતાની રિક્ષામાં મિની લાઇબ્રેરી બનાવી છે જે હવે સોશ્યલ મીડિયામાં ખૂબ વાહવાહી મેળવી રહી છે. ડ્રાઇવરે અંદર એક નાની રૅક લગાવી છે જેમાં અલગ-અલગ પ્રકારની બુક્સ સજાવેલી છે. કેટલીક હલકીફૂલકી વાર્તાઓ છે તો કેટલીક મોટિવેશનલ સ્પીકરોની વિચારવા મજબૂર કરે એવા વિચારોવાળી બુક્સ છે. એમાં કેટલાક સુવિચારોની સ્ટ્રિપ્સ પણ લગાવેલી છે. રિક્ષાની પાછળ લખ્યું છે : ઑટો લાઇબ્રેરી ઍન્ડ થૉટ્સ.

bengaluru viral videos offbeat news national news