ભજનગાયકે સાંવલિયા સેઠને બનાવ્યા પોતાના પાર્ટનર; ભેટમાં ધર્યાં ચાંદીનાં હાર્મોનિયમ, ઢોલક અને માઇક

16 July, 2026 02:55 PM IST  |  Chittorgarh | Gujarati Mid-day Correspondent

પ્રસિદ્ધ ભજનગાયક ગોકુલ શર્માએ શ્રી સાંવલિયા સેઠને પોતાના પાર્ટનર બનાવ્યા છે. તેમણે મંદિરમાં દર્શન કરીને ચાંદીનાં હાર્મોનિયમ, ઢોલક અને માઇકની પ્રતિકૃતિ ભેટ ધર્યાં છે.

ભજનગાયકે સાંવલિયા સેઠને બનાવ્યા પોતાના પાર્ટનર

રાજસ્થાનના શ્રી સાંવલિયા સેઠ અનેક બિઝનેસમાં ભાગીદાર છે. અહીં લોકો પોતાના ધંધા અને નોકરીમાં બરકત થવાની માનતા લઈને આવે છે અને પ્રભુને પોતાના ધંધામાં પાર્ટનર બનાવીને કામ કરે છે. એમાંય હવે તો પોતાના ધંધાના પ્રતીક સમી ચાંદીની ચીજો પ્રભુને ભેટમાં ધરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. તાજેતરમાં પ્રસિદ્ધ ભજનગાયક ગોકુલ શર્માએ શ્રી સાંવલિયા સેઠને પોતાના પાર્ટનર બનાવ્યા છે. તેમણે મંદિરમાં દર્શન કરીને ચાંદીનાં હાર્મોનિયમ, ઢોલક અને માઇકની પ્રતિકૃતિ ભેટ ધર્યાં છે. તેમનું કહેવું છે કે ભજનયાત્રામાં મળેલી સફળતા શ્રી સાંવલિયા સેઠની જ કૃપા છે એટલે આસ્થા અને કૃતજ્ઞભાવે સંગીતના સાધનો પ્રભુને ધર્યાં છે.

rajasthan religious places religion indian classical music india offbeat news culture news news