૧૨ કિલોનો સાડાત્રણ ફુટ લાંબો મૂળો બિહારમાં ઊગ્યો

16 January, 2026 02:14 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

આ મૂળાનું વજન ૧૨ કિલો હતું. આ મૂળો કુદરતી રીતે ઉગાડવામાં આવેલો છે કે હાઇબ્રિડ છે એની પુષ્ટિ થઈ શકતી નહોતી.

૯ કિલો વજનનો એક મૂળો

થોડા સમય પહેલાં જયપુરમાં એક ખેડૂતે ૯ કિલો વજનનો એક મૂળો ઉગાડ્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે આ ભાઈ ગૌરવ લઈ શકે એ પહેલાં તો બિહારના ખેડૂતભાઈએ તેમનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. સોશ્યલ મીડિયામાં આ ભાઈએ ૧૨ કિલો વજનનો મૂળો રજૂ કર્યો છે. બિહારના સાસારામ શહેરમાં મકરસંક્રાન્તિમાં ભરાયેલા કિસાનમેળામાં આ મૂળાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ મૂળો લગભગ ૩.૫ ફુટ લાંબો હતો અને એની પહોળાઈ ૨૦ ઇંચ જેટલી હતી. આ મૂળાનું વજન ૧૨ કિલો હતું. આ મૂળો કુદરતી રીતે ઉગાડવામાં આવેલો છે કે હાઇબ્રિડ છે એની પુષ્ટિ થઈ શકતી નહોતી.

offbeat news bihar social media national news india