૬૦ વર્ષના દાદાએ બાવીસ વર્ષની યુવતી સાથે કર્યાં લગ્ન

17 May, 2026 12:44 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

પંચાયતે જોયું કે બન્ને એકમેકને પ્રેમ કરે છે એટલે વિરોધ કરવાને બદલે મંદિરમાં તેમનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. ગામલોકોએ મળીને જ તેમનાં લગ્ન કરાવી આપ્યાં.

દંપતી

બિહારના કટિહારમાં એક અનોખી પ્રેમકહાણી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. અહીં બાવીસ વર્ષની એક યુવતીએ ૬૦ વર્ષના દાદા સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ બે વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં. જ્યારે તેમના પ્રેમસંબંધની જાણ ગામવાળાઓને થઈ ત્યારે પહેલાં તો જબરો વિરોધ થયો અને મામલો પંચાયતમાં પહોંચ્યો. જોકે પંચાયતે જોયું કે બન્ને એકમેકને પ્રેમ કરે છે એટલે વિરોધ કરવાને બદલે મંદિરમાં તેમનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. ગામલોકોએ મળીને જ તેમનાં લગ્ન કરાવી આપ્યાં.

offbeat news bihar india national news sex and relationships