નદી પર પુલ બની ગયો, પણ પુલનું રસ્તા સાથેનું જોડાણ જ નથી

01 February, 2026 12:32 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં એક પુલ રાતોરાત ચોરાઈ ગયો હતો તો બીજો એક વર્ષોથી અધૂરો બનીને ઊભો છે જે કદી પૂરો થયો જ નહીં

પુલ

બિહારમાં વિકાસના દાવાઓની વચ્ચે આએ દિન છબરડાઓ થતા સાંભળવા મળે છે. થોડા દિવસ પહેલાં એક પુલ રાતોરાત ચોરાઈ ગયો હતો તો બીજો એક વર્ષોથી અધૂરો બનીને ઊભો છે જે કદી પૂરો થયો જ નહીં. કિશનગંજ જિલ્લાના ધૂમ ગામમાં એક ખેતરની વચ્ચોવચ એક પુલ બન્યો હતો જે ન તો કોઈ રોડને જોડતો હતો, ન કોઈ નદીને. હવે તાજેતરમાં એક નવા પુલને કારણે બિહાર ચર્ચામાં છે. અરરિયા જિલ્લાના કોચગામા ગામમાં અરરિયા-પૂર્ણિયા ફોર-લેન હાઇવેથી માત્ર ૫૦૦ મીટર દૂર બેલવા નદી પર ૨૦૧૬માં બનેલો એક પુલ ચર્ચામાં છે. અહીં નદીની ઉપર તો પુલ બની ગયો, પરંતુ એ પુલને રસ્તા સાથે જોડાતો અપ્રોચ રોડ હજી બન્યો નથી. ૧૦ વર્ષ થઈ ગયા પછી પણ આ પુલ નદી પર તો હયાત છે, પરંતુ એ કોઈ રસ્તાને જોડતો ન હોવાથી એમ જ ઊભો છે. 

national news india bihar indian government offbeat news