29 October, 2026 07:00 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
સાધુએ આપ્યું બિસ્કિટનું પૅકેટ
જ્યારે કરુણાસભર દિલ કોઈકને મદદ કરે છે ત્યારે માનવતાની સુવાસ મહેસૂસ થાય છે. બોધિ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા રાકેશ નામના એક ભાઈએ આવી સુવાસ વહેંચતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. બિહારના ગયા જિલ્લાના મહાબોધિ મંદિર પાસેની આ ઘટના છે. આ મંદિર પાસેથી કેટલાક બૌદ્ધ ભિક્ષુકો હાથમાં દાનપાત્ર લઈને જઈ રહ્યા હતા ત્યારે પાસે બેઠેલા એક ભિક્ષુકે પેલા બૌદ્ધ સાધુને કંઈક આપવા માટે પોતાનું ખિસ્સું ફંફોસવાનું શરૂ કરી દીધું. એ જોઈને બૌદ્ધ સાધુ તેની પાસે રોકાય છે. ચીંથરેહાલ કપડાં પહેરીને બેઠેલા ભિખારી ખિસ્સામાંથી જેટલા સિક્કા મળ્યા એ તમામ બૌદ્ધ સાધુના દાનપાત્રમાં નાખી દે છે. એ પછી તે પોતાની ટોપી ઉતારીને બેઉ હાથે સાધુના ચરણસ્પર્શ કરે છે અને માથું પણ નમાવે છે. જેવો તે માથું ઊંચું લે છે કે સાધુ પણ તેને સામે બિસ્કિટનું પૅકેટ અને પાણીની બૉટલ આપે છે. ભિક્ષુક પૂરી સહૃયતાથી એ સ્વીકારે છે.