28 November, 2025 01:38 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ગેમ રમવાની લતને કારણે એક બાળકે આત્મહત્યા કરી
બિહારના બેગુસરાયમાં મોબાઇલ અને એમાં ગેમ રમવાની લતને કારણે એક બાળકે આત્મહત્યા કરી હતી. વાત એમ હતી કે બાળકને મોબાઇલ પર ફ્રી-ફાયર ગેમ રમવાની આદત હતી અને તે લગાતાર એ જ ગેમ રમ્યા કરતો હતો. એક દિવસ તેના ફોનનું રીચાર્જ ખતમ થઈ ગયું એને કારણે તે એટલો બેચેન થઈ ગયો કે તેણે પરિવારજનો સાથે ઝઘડો કરી લીધો. તેણે મોબાઇલ રીચાર્જ કરવાની જીદ એટલી કરી કે પરિવારજનોએ હમણાં રીચાર્જ નહીં થઈ શકે એવું કહ્યું. હવે ક્યારે મોબાઇલથી તેને રમવા મળશે એની ઍન્ગ્ઝાયટીમાં તેણે ઘરમાં જ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના પછી પરિવારજનો જબરદસ્ત આઘાતમાં છે.