પત્નીની યાદમાં પતિએ બનાવ્યું ભવ્ય મંદિર, નિવૃત્તિ માટેના ૬૦ લાખ રૂપિયા ખર્ચ કરી દીધા

21 April, 2025 05:22 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

આ પૈસાથી તેમણે પત્ની શારદાદેવીનું મંદિર બનાવી દીધું. મંદિર એટલું ભવ્ય છે કે એ બનાવવામાં લગભગ ૩ વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિરમાં કોઈ દેવી-દેવતાની નહીં, પત્નીની મૂર્તિ છે.

નિવૃત્ત પંચાયત સેક્રેટરી રામ

બિહારના મોતીહારીમાં બાલકિશુન રામ નામના નિવૃત્ત પંચાયત સેક્રેટરીએ પોતાની પત્ની શારદાની યાદમાં એક ભવ્ય મંદિર બનાવ્યું છે. તેમની પત્નીના નિધનનાં છ વર્ષ પછી તેમણે તેમને મળેલા સેવાનિવૃત્તિ ભથ્થામાંથી આ મંદિર બનાવ્યું છે. આ મંદિર બનાવવાનો ખર્ચ ૬૦ લાખ રૂપિયા થયો છે.

છ વર્ષ પહેલાં પત્ની શારદાને ગુમાવ્યા પછી બાલકિશુન રામ ખૂબ ઉદાસ અને એકલાપણું અનુભવવા લાગ્યા હતા. તેમણે એકલાપણું દૂર કરવા માટે પત્નીની યાદને જરા જુદી રીતે તાજી કરવાનું નક્કી કર્યું. રિટાયરમેન્ટ વખતે તેમને ૬૦ લાખ રૂપિયા મળ્યા હતા. આ પૈસાથી તેમણે પત્ની શારદાદેવીનું મંદિર બનાવી દીધું. મંદિર એટલું ભવ્ય છે કે એ બનાવવામાં લગભગ ૩ વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિરમાં કોઈ દેવી-દેવતાની નહીં, પત્નીની મૂર્તિ છે.

bihar offbeat news social media national news patna