બે દીકરીઓએ પિતાને મૃત બતાવીને તેમની જમીન બારોબાર વેચી કાઢી અને પિતાને બેઘર કરી મૂક્યા

31 May, 2026 01:36 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી પુત્રો જ કપાતર હોય છે એવા કિસ્સા સાંભળ્યા છે, પરંતુ બિહારના કહલગાંવમાં એક પિતાએ પોતાની દીકરીઓએ છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

બુનેલ યાદવ

અત્યાર સુધી પુત્રો જ કપાતર હોય છે એવા કિસ્સા સાંભળ્યા છે, પરંતુ બિહારના કહલગાંવમાં એક પિતાએ પોતાની દીકરીઓએ છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બુનેલ યાદવ નામના આ બુઝુર્ગને બે દીકરીઓ જ છે. પત્નીનું મૃત્યુ વીસ વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે. તેમની પાસે ખેતીની જમીન છે એના પર ખેતી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા હતા. જોકે તેમની દીકરીઓએ પિતાની સહમતી વિના જ જમીન વેચી નાખી અને એ વેચી શકાય એ માટે પિતાને મૃત જાહેર કરી દીધા. પિતા મરી ગયા પછી એની મિલકત બે દીકરીઓને મળી છે એના દસ્તાવેજો પહેલાં બનાવ્યા એને કારણે જમીન વેચતી વખતે પિતાની સહી કે અંગૂઠાની જરૂર જ ન રહી. એ જ જમીન પર તેમનું ઘર પણ હતું એટલે એ ઘરમાંથી પણ તેમણે નીકળી જવું પડ્યું હતું અને હવે તેઓ પોતાનું ઘર-ખેતર હોવા છતાં દીકરીઓના પાપે રસ્તા પર આવી ગયા છે.

offbeat news national news india bihar Crime News