27 November, 2026 02:56 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ડૉક્ટરની બેદરકારી
બિહારના છપરા જિલ્લામાં સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોની લાપરવાહીનો અચંબિત કરનારો કિસ્સો બહાર આવ્યો છે. અહીં ખાંસીની સારવાર માટે પહોંચેલા એક દરદીને ડૉક્ટરે કૂતરું કરડ્યા પછી લગાવવામાં આવી હડકવાની રસી લખી આપી હતી. રાજેશ ચૌધરી નામના દરદીએ આ વિશે ફરિયાદ કરી હતી. તે સરકારી હૉસ્પિટલની ક્લિનિકમાં સારવાર માટે ગયેલો. સામાન્ય રીતે સરકારી દવાખાનાઓમાં દવા પણ આપવામાં આવે છે, પણ રાજેશને ડૉક્ટરોએ દવા આપવાને બદલે પ્રિસ્ક્પ્શિન લખી આપ્યું હતું કેમ કે તેમની પાસે એ દવા નહોતી. ખાંસી માટેની દવા જો હૉસ્પિટલમાં ન હોય એવું કઈ રીતે બને? દવાની દુકાને જઈને આ દવાની ખાતરી કરાવતાં દરદીને ખબર પડી હતી કે આ તો હડકવા માટેનું ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન છે. જિલ્લા હૉસ્પિટલમાં ફિઝિશ્યનની અછત હોવાથી આવું થયું હોવાનું મનાય છે. જોકે હૉસ્પિટલના સંચાલકનું કહેવું છે કે અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.