૩ મિનિટમાં ૨.૯ કિલો દહીં ઝાપટી ગયો દહીં ખાવાની સ્પર્ધાનો વિનર

21 January, 2026 02:22 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારના પટનામાં ‘દહી ખાઓ, ઇનામ પાઓ’ નામની એક સ્પર્ધા યોજાય છે. પટના ડેરી પ્રોજેક્ટ દ્વારા આયોજિત સ્પર્ધાનું આ ત્રીજું વર્ષ હતું

સ્પર્ધક

બિહારના પટનામાં ‘દહી ખાઓ, ઇનામ પાઓ’ નામની એક સ્પર્ધા યોજાય છે. પટના ડેરી પ્રોજેક્ટ દ્વારા આયોજિત સ્પર્ધાનું આ ત્રીજું વર્ષ હતું. આ વર્ષે લગભગ ૧૫૦ લોકોએ ભાગ લીધો હતો. મહેશકુમાર નામના ભાઈ લગભગ ૨.૯ કિલો અને સરસ્વતી દેવી ૧.૯૨ કિલો દહીં ત્રણ મિનિટમાં ઝાપટીને અનુક્રમે પુરુષ અને સ્ત્રીની કૅટેગરીમાં વિનર બન્યાં હતાં.

offbeat news bihar national news india