આગરામાં BJPના નગરસેવકે ગટરના પાણીમાં ઊભા રહીને કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી

28 June, 2026 02:21 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

આ ઘટનાએ નાગરિક માળખાગત સુવિધાઓની સ્થિતિ અને લાંબા સમયથી ચાલતી જાહેર ફરિયાદો પ્રત્યે સ્થાનિક અધિકારીઓની લાપરવાહી પર ચર્ચા જગાવી છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સફાઈની ફરિયાદોને અવગણવામાં આવતાં આગરામાં BJPના નગરસેવક કિશન નાયકે પાણીથી ઊભરાતી ગટરમાં ઊભા રહીને પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. કિશન નાયક સ્થાનિક રહેવાસીઓ સાથે ગટરના પાણીના ઊભા જોવા મળ્યા હતા. તેમણે ગટરની અંદર ટેબલ પર જન્મદિવસની કેક કાપી હતી.

આ પ્રતીકાત્મક વિરોધનો હેતુ રહેવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતી સતત ગટરવ્યવસ્થાની સમસ્યાઓને ઉજાગર કરવાનો હતો. કિશન નાયકે આરોપ લગાવ્યો હતો કે ખુલ્લી ગટર અને અસ્વચ્છ સ્થિતિ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં સુધરાઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે. અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે તેમને વિરોધની અપરંપરાગત પદ્ધતિ અપનાવવાની ફરજ પડી હતી. આ ઘટનાએ નાગરિક માળખાગત સુવિધાઓની સ્થિતિ અને લાંબા સમયથી ચાલતી જાહેર ફરિયાદો પ્રત્યે સ્થાનિક અધિકારીઓની લાપરવાહી પર ચર્ચા જગાવી છે.

national news india agra offbeat news political news