24 December, 2025 03:04 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
લગ્નપ્રસંગને હંમેશ માટે યાદગાર બનાવવા લોકો ડેસ્ટિનેશનલ વેડિંગ કરતા હોય છે. આવા જ એક ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન ઉત્તરાખંડના હૃષીકેશના નદીકિનારે થયું હતું. આ કપલની મૅરેજ સેરેમનીને વાંદરાઓએ જીવનભર યાદ રહે એવી ‘સ્પેશ્યલ’ બનાવી દીધી હતી. એક તરફ નદીકિનારે લગ્નની વેદી પાસે હસબન્ડ-વાઇફ બેઠાં છે. પંડિતજી વૈદિક મંત્રોનો પાઠ કરી રહ્યા છે અને બીજી તરફ આ બધાથી કંઈ ફરક ન પડતો હોય એમ મૅરેજ સેટઅપમાં રાખેલાં ફળ-ફૂલને ઉપાડવા વારંવાર વાંદરાઓ ત્યાં આંટા મારી રહ્યા છે, ઊછળકૂદ કરી રહ્યા છે, અરે દુલ્હનના ખોળામાં કૂદી રહ્યા છે. સેટઅપમાં રહેલાં કેળાં તો આ કપિરાજ માટે જ રાખવામાં આવ્યાં હોય એમ એ બધા મહાલતા જોવા મળે છે. જોકે કપલે આ વિડિયો પોસ્ટ કરતી વખતે લખ્યું હતું, ‘હનુમાનજી પણ આવ્યા હતા અમારાં લગ્નમાં આશીર્વાદ આપવા.’
આ આખી ઘટનાનો વિડિયો કપલે પોતે સોશ્યલ મીડિયા પર મૂકીને મૅરેજ અનાઉન્સમેન્ટ સાથે લોકોને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું.