કબૂતરને ઑક્સિજન માસ્ક લગાવીને જીવ બચાવ્યો

19 July, 2026 01:17 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

અમેરિકાના કૅલિફૉર્નિયામાં લાગેલી એક આગમાં ઘાયલ થયેલા કબૂતરને બચાવવા માટે ફાયરબિગ્રેડના નિષ્ણાતોએ જે પ્રયત્નો કર્યા એ જોઈને પ્રાણીપ્રેમીઓ બહુ ખુશ થઈ ગયા છે.

કબૂતરને ઑક્સિજન માસ્ક લગાવીને જીવ બચાવ્યો

અમેરિકાના કૅલિફૉર્નિયામાં લાગેલી એક આગમાં ઘાયલ થયેલા કબૂતરને બચાવવા માટે ફાયરબિગ્રેડના નિષ્ણાતોએ જે પ્રયત્નો કર્યા એ જોઈને પ્રાણીપ્રેમીઓ બહુ ખુશ થઈ ગયા છે. આગના ધુમાડાને કારણે બેહોશ થઈ ગયેલા એક કબૂતરને બચાવવા માટે ફાયરબ્રિગેડના અધિકારીઓએ કબૂતરને ઑક્સિજન આપીને રિવાઇવ કરવાની કોશિશ કરી હતી. આગનો ધુમાડો કબૂતરના શ્વાસમાં જતો રહ્યો હોવાથી એ બેચેની અનુભવી રહ્યું હતું. એ કબૂતર બચાવદળોની બાજુમાં આવીને પડી ગયું હતું અને એનું હલનચલન બંધ થઈ ગયું હતું. એ જોઈને બચાવદળના અધિકારીએ તેની પાસેનો સૌથી નાનો ઑક્સિજન માસ્ક કાઢ્યો અને કબૂતરને પકડીને એનાં મોં પર લગાવી દીધો. થોડીક મિનિટો સુધી કબૂતર એમ જ શ્વાસ લેતું પડી રહ્યું અને પછી અચાનક એની પાંખોમાં ફફડાટ થયો અને પછી એ ઊડી ગયું.

united states of america california international news news offbeat news