21 October, 2025 12:49 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
સતત ત્રીજા વર્ષે ચંડીગઢની ફાર્મા કંપનીના માલિક એમ. કે. ભાટિયાએ કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે નવી કારો ભેટમાં આપી હતી
સતત ત્રીજા વર્ષે ચંડીગઢની ફાર્મા કંપનીના માલિક એમ. કે. ભાટિયાએ કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે નવી કારો ભેટમાં આપી હતી. પોતાની ઉદારતા અને સામાજિક પ્રતિબદ્ધતા માટે જાણીતા ફાર્મા કંપનીના માલિક એમ. કે. ભાટિયાએ આ દિવાળી પર તેમની કંપનીના ૫૧ કર્મચારીઓને લક્ઝરી કાર ભેટ આપી હતી. તેમનું કહેવું છે કે ‘આ ભેટ મારી ટીમ પ્રત્યેનું મારું સન્માન અને મહેનતને કદર કરવાનો તરીકો છે. હું જેને મારા મતે સેલિબ્રિટી માનું છું એ સૌને નવી કાર ગિફ્ટ કરી છે.’