ચંડીગઢમાં પેટ્રોલના લંગરનો ફ્લૉપ શો થયો

20 August, 2026 12:47 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

ફ્રી પેટ્રોલ માટે જામેલી ભીડ અને અફરાતફરી પછી રાકેશ ત્રેહાને ફરી સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને લોકોની માફી માગી હતી અને કહ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે પેટ્રોલનું લંગર હાલ મુલતવી રખાયું છે.

ચંડીગઢમાં પેટ્રોલના લંગરનો ફ્લૉપ શો થયો

રાજા ધ કિંગ તરીકે જાણીતા રાકેશ ત્રેહાન નામના‌ ચંડીગઢના બિઝનેસમૅને ૧૮ ઑગસ્ટે બે પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલનું લંગર લગાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત જોઈને અનેક લોકો ચંડીગઢના સેક્ટર ૧૦ અને સેક્ટર ૭ પાસેના પેટ્રોલ-પમ્પ પાસે પહોંચ્યા હતા, પરંતુ લોકોને નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું. એવી જાહેરાત કરવામાં આવી હતી કે પેટ્રોલ-પમ્પની બહાર લોકોને કૂપન વહેંચવામાં આવશે, પરંતુ માત્ર ૧૦-૧૫ લોકોને જ ફ્રી કૂપન આપવામાં આવી હતી અને બાકીના લોકોને પાછા જવાનું કહેવામાં આવ્યું હતું. ફ્રી પેટ્રોલ માટે જામેલી ભીડ અને અફરાતફરી પછી રાકેશ ત્રેહાને ફરી સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને લોકોની માફી માગી હતી અને કહ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે પેટ્રોલનું લંગર હાલ મુલતવી રખાયું છે. હવે ૨૧ ઑગસ્ટે નવી કૂપનનું વિતરણ કરીશું.’

new chandigarh chandigarh national news offbeat news india