10 April, 2026 06:27 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
દારૂબંધીવાળા બિહારમાં દારૂની તસ્કરી માટે તરબૂચ વપરાય છે
બિહારમાં દારૂબંધી છે, પરંતુ જો તમે વગ ધરાવતા હો તો તમને દારૂ મળી શકે છે. એ માટે છાના ખૂણે દારૂનો વેપાર થતો જ રહે છે. અહીં દારૂને રાજ્યમાં પ્રવેશ અપાવવા માટે અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે એવાં-એવાં ગતકડાં વપરાય છે કે સામાન્ય માણસની તો અક્કલ કામ ન કરે. એક સમય હતો જ્યારે ઍમ્બ્યુલન્સ કે તેલ-પાણીનાં ટૅન્કરોમાં દારૂની બૉટલોની તસ્કરી થતી જેને પોલીસ હવે પકડી પાડવા લાગી છે. લેટેસ્ટમાં છપરા ગામ પાસે તરબૂચની અંદર દારૂનાં ટૅટ્રાપૅક ભરીને લઈ જતો માલ પકડાયો છે. એમાં તરબૂચની ઉપર કાણું પાડીને અંદરથી લાલ ગર કાઢી લેવામાં આવે છે. પછી અંદરના ખાલી ભાગમાં દારૂની બૉટલો ભરીને ઉપરથી તરબચૂની છાલ પાછી સીલ કરી લેવામાં આવે છે.