07 November, 2025 02:13 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પુરુષોત્તમ નામનો યુવક ગાયબ હતો
છત્તીસગઢના સૂરજપુરમાં એક ફિલ્મી કહાની જેવી ઘટના ઘટી ગઈ. પુરુષોત્તમ નામનો યુવક ગાયબ હતો. એ જ અરસામાં પોલીસને કૂવામાં પડેલું સડી ગયેલું શબ મળ્યું હતું. પોલીસે એ જ પુરુષોત્તમનું શબ છે એમ કહીને પરિવારજનોને થમાવી દીધું. પરિવારે પણ દીકરાના મૃત્યુ પર ચોધાર આંસુ સારીને શબના અંતિમ સંસ્કાર કરી દીધા. જોકે આ ઘટનાના ૩ દિવસ પછી અચાનક પુરુષોત્તમ ઘરે આવી પહોંચતાં પરિવાર ચોંકી ગયો હતો. પુરુષોત્તમને જીવતો જોઈને પોલીસ પણ સફાળી ગામમાં આવી પહોંચી હતી. હવે પોલીસ એ શોધી રહી છે કે જે શબને તેમણે પુરુષોત્તમ સમજીને આપી દીધું એ હકીકતમાં કોનું હતું?