બિનશરતી પ્રેમ આપે અને ૨૦ પ્રકારની લાગણીઓ પારખી શકે એવો રોબો લૉન્ચ થયો, ૧૩,૦૦૦ પીસ વેચાઈ પણ ગયાં

07 July, 2026 10:40 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

નવાઈની વાત એ છે કે આ રોબો લૉન્ચ થતાં જ ૧૩,૦૦૦ બુકિંગ ઑલરેડી થઈ ચૂક્યાં છે.

જોઈ લો રોબોટ્સ

રોબોની દુનિયામાં એક એવી આશંકા જતાવાઈ રહી હતી કે રોબો આખરે તો મશીન છે. એ માણસો જેવા ભલે દેખાય, પણ તેઓ માણસોનાં ઇમોશન્સ સમજી શકે નહીં. જોકે આ વાત ચીનની એક ટેક્નૉલૉજી યુનિવર્સિટીએ ખોટી પાડી છે. અહીં ઇમોશન્સ સમજી શકે એવો વિશ્વનો પહેલો ફુલ સાઇઝ અલ્ટ્રા-બાયોનિક હ્યુમનૉઇડ રોબો ડિઝાઇન થયો છે અને આ રોબોનું માસ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. આ રોબોની ખાસિયત એ છે કે એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સંચાલિત હોવા ઉપરાંત ૨૦ પ્રકારના ઇમોશનલ સ્ટેટ ઓળખી શકે છે અને એ મુજબ રિસ્પોન્ડ કરી શકે છે. મોટા ભાગે હાવભાવ વિના રોબો પ્રતિભાવ આપે છે, પરંતુ આ રોબો વ્યક્તિનાં ઇમોશન્સને પારખીને એ લાગણી મુજબનો પ્રતિભાવ આપી શકે છે. આ રોબો શોધનારા લોકોનો દાવો છે કે આ એવા સંવેદશનલ રોબો છે જે તમને કદી દગો નહીં આપે. આ રોબો બિનશરતી પ્રેમ આપી શકે એવા છે અને કોઈ પણ પ્રકારના ઇમોશનલ સ્ટેટને સમજી શકે છે. આ રોબોની કિંમત છે ૧૮ લાખ રૂપિયા. નવાઈની વાત એ છે કે આ રોબો લૉન્ચ થતાં જ ૧૩,૦૦૦ બુકિંગ ઑલરેડી થઈ ચૂક્યાં છે. 

offbeat news international news world news china robot sex and relationships tech news