04 January, 2026 11:47 AM IST | China | Gujarati Mid-day Correspondent
બરફમાંથી બનાવેલાં જાયન્ટ શિલ્પોનો વાર્ષિક ઉત્સવ
ચીનની ઉત્તર-પૂર્વમાં આવેલા હાર્બિનમાં બરફમાંથી બનાવેલાં જાયન્ટ શિલ્પોનો વાર્ષિક ઉત્સવ હવે જોરશોરમાં ખીલ્યો છે. આઇસને કોતરીને રિયલ કરતાંય અનેકગણી મોટી સાઇઝનાં શિલ્પો બનાવવામાં આવે છે અને એમને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં બનેલાં તમામ આઇસ-સ્કલ્પ્ચર્સને જોવાં હોય તો એક દિવસ પણ ઓછો પડે છે. હવે ઠંડી બરાબર જામવા લાગી છે ત્યારે હાર્બિન ફેસ્ટિવલનાં શિલ્પોને પણ આખરી ઓપ મળી ગયો છે અને દર્શકોની ભીડ પણ જામવા લાગી છે. આ શો જોવા માટે લગભગ ૩૦૦૦થી ૩૭૫૦ રૂપિયા જેટલી ટિકિટ ચૂકવવી પડે છે.
વાહ, ક્યા બૅલૅન્સ હૈ!
કલકત્તામાં પાર્ક સર્કલ મેદાનમાં આજકાલ ઓપન સર્કસના ખેલ ચાલી રહ્યા છે. અજંતા સર્કસ નામની એક કંપની અહીં અનોખાં કરતબો બનાવે છે. એકસાથે પચીસ-પચાસ હૂલાહૂપથી જાતજાતના સ્ટન્ટ કરતી કન્યાઓની સાથે કેટલાક આર્ટિસ્ટો એવા પણ છે જેમની ફ્લૅક્સિબિલિટી અને બૅલૅન્સ બન્ને જોઈને દંગ રહી જવાય એમ છે.