ચીનમાં થિયેટરમાં લોકો ફિલ્મ જોવા નહીં, સૂવા માટે આવે છે

30 August, 2026 12:30 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના એક અનોખા થિયેટરમાં બપોરે ફિલ્મનું સ્ક્રીનિંગ બંધ કરીને લોકોને નૅપ લેવા માટે હૉલ આપવામાં આવે છે. રિક્લાઇનર સીટ, બ્લૅન્કેટ, આઇ-માસ્ક અને ઇઅર-પ્લગ સાથે મળતી આ સર્વિસ ખાસ વર્કિંગ પ્રોફેશનલ્સમાં લોકપ્રિય બની છે.

ચીનમાં થિયેટરમાં લોકો ફિલ્મ જોવા નહીં, સૂવા માટે આવે છે

ચીનના એક થિયેટરમાં બપોરના સમયે ફિલ્મનું સ્ક્રીનિંગ બંધ થઈ જાય છે. આ યુનિક થિયેટરો છે જ્યાં ખાસ નૅપ-બ્રેક લેવા માટે લોકો આવે છે. આ હૉલમાં મજાની રિક્લાઇનર સીટો હોય છે જે બટન દબાવવાથી લંબાઈને પથારી જેવી લાંબી થઈ જાય છે. શાંક્સી પ્રાંતના લુમિયાઈ નામના મલ્ટિપ્લેક્સમાં બે થિયેટર્સ છે જેમાં આવી લાંબી થઈ જાય એવી રિક્લાઇનર સીટ્સ છે. અહીં બપોરે ૧૨થી ૨.૩૦ સુધી ફિલ્મોનું સ્ક્રીનિંગ બંધ રહે છે. અહીં લોકો સૂવા માટે આવે છે. અલબત્ત, એ માટે તમારે ૮૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. તમે અંદર જાઓ એટલે બ્લૅન્કેટ, આઇ-માસ્ક અને ઇઅર-પ્લગ મળે છે. સાથે કોઈ ડ્રિન્ક જોઈતું હોય તો એના એકસ્ટ્રા ૭૫ રૂપિયા લાગે. આ હૉલની આસપાસ કામ કરનારા પ્રોફેશનલ્સ લાંબા વર્કિંગ ડે દરમ્યાન વચ્ચે બ્રેક લેવા માટે અહીં આવે છે. આ સર્વિસને થિયેટરે લાઇંગ ફ્લૅટ પ્લાન નામ આપ્યું છે. આ હૉલ સૂવા માટે જ હોવાથી પિન-ડ્રૉપ સાઇલન્સ જરૂરી છે એટલે ફોનને સાઇલન્ટ કરીને સૂવાનું હોય છે અને કૉલ કરવા માટે હૉલમાંથી બહાર જવું પડે છે. જો કોઈને નસકોરાં બોલાવવાની આદત હોય તો તેમના માટે અલગ હૉલ છે. 

china beijing world news international news offbeat news hatke news