પાંચ વર્ષની ટબુકડીએ ૬.૩ લાખ રૂપિયાની નોટોને કાપી નાખી

14 January, 2026 02:01 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનમાં પાંચ વર્ષની એક છોકરીએ રમતાં-રમતાં ઘરમાં પડેલાં કૅશનાં બંડલનો કચરો કરી નાખ્યો હતો.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ચીનમાં પાંચ વર્ષની એક છોકરીએ રમતાં-રમતાં ઘરમાં પડેલાં કૅશનાં બંડલનો કચરો કરી નાખ્યો હતો. જેમ ભારતીય ચલણી નોટોમાં ગાંધીબાપુની તસવીર હોય છે એમ ચીનના યુઆનની નોટો પર માઓત્સે તુંગની તસવીર હોય છે. આ ટબૂકડીને માઓત્સે તુંગ એટલા ગમી ગયા કે દરેક નોટમાંથી તેમની તસવીરને કાપીને અલગ કરી નાખી. સ્વાભાવિક છે તેને ખબર નહોતી કે તેની આ રમત પિતાને કેટલું મોટું નુકસાન કરાવશે. તેણે જેટલી નોટો કતરી કાઢી હતી એની કિંમત લગભગ ૬.૩ લાખ રૂપિયા જેટલી થાય છે. નોટો એટલી સિસ્ટમૅટિકલી કાપી હતી કે કદાચ ચીનની બૅન્ક પણ આ નોટોના બદલામાં બીજી નોટો રિપ્લેસ કરી આપશે કે કેમ એ સવાલ છે.

offbeat news international news world news china