China News: કંપનીને ૮ વર્ષે ખબર પડી કે ૨૨ કર્મચારીઓનો પગાર ગપચાવી રહ્યો છે એક જણ

16 March, 2025 01:27 PM IST  |  China | Gujarati Mid-day Online Correspondent

China News: એક કંપનીના એચઆર મેનેજરે ૨૨ નકલી કર્મચારીઓ તૈયાર કર્યા અને 8 વર્ષથી વધુ સમય સુધી તેમના નામે પગારપત્રક બનાવ્યું.

પ્રતીકાત્મક તસવીર

ચીનમાંથી ચોંકાવનારો કિસ્સો (China News) સામે આવ્યો છે. અહીંની એક કંપનીના એચઆરએ જબરદસ્ત ગોટાળો કર્યો હોવાનું જણાયું છે. ચીનની એક કંપનીના એચઆર મેનેજરે ૨૨ નકલી કર્મચારીઓ તૈયાર કર્યા અને 8 વર્ષથી વધુ સમય સુધી તેમના નામે પગારપત્રક બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. 

નકલી કર્મચારીઓ ઊભા કરીને એચઆર દ્વારા પગાર અને અન્ય સુવિધાઓ માટે આપવામાં આવેલા પગારનો ફાયદો લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલામાં લગભગ 16 મિલિયન યુઆન (આશરે 18 કરોડ રૂપિયા)નો ગોટાળો થયો છે. 

જ્યારે કંપનીને (China News) કર્મચારીઓને આપવામાં આવતી ચૂકવણીમાં વારંવાર ગડબડ જોવા મળી ત્યારે જઈને આ આખો મામલો સામે આવ્યો હતો. હવે, આરોપી એચઆર મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 10 વર્ષ અને 2 મહિનાની સજા પણ ફટકારવામાં આવી છે.

કઇ રીતે આ આખો ગોટાળો સામે આવ્યો?

આરોપી (China News) છે એ શાંઘાઈની એક લૅબર સર્વિસ કંપનીમાં એચઆર મેનેજર તરીકે કામ કરતો હતો. તેની કંપનીનું કામ એ હતું કે તેણે ટેક કંપનીઓને કર્મચારીઓ પૂરા પાડવાનાં હતા. વળી, આ તમામ કર્મચારીઓના પગારનું સંચાલન કરવાની જવાબદારી પણ તે લોકો કરતા. 

હવે આ કંપની માટે કામ કરતાં યાંગને એવું થઈ ગયું હતું કે પગાર ચૂકવવા માટે કર્મચારીઓની નિયુક્તિમાં તેનો એકાધિકાર છે અને કોઈ પણ આ સમગ્ર પ્રક્રિયાની તપાસ પણ કરનાર નથી તો શા માટે ગોટાળો ન કરીએ. એટલે આ મહાશયે સૌથી પહેલા સન નામના ફેક કર્મચારીનો ડેટા ફીડ કર્યો. પછી તેના પગારની પ્રક્રિયા માટે અરજી કરી. આ કર્મચારી કે અસલીમાં તો એવું કોઈ હતું જ નહીં, પણ તેને નામે આવેલા પગારને આ મહાશયે બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. આમ કરતાં કોઈએ પૂછ્યું કે તપાસ ન કરી એટલે આ ભાઈએ એવા ૨૨ ફેક કર્મચારીઓ તૈયાર કર્યા. આ તો કંપનીએ જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સન નામના કર્મચારીનો પગાર યાંગનાં ખાતામાં જ જઇ રહ્યો છે. ત્યારે કંપનીએ આરોપી એચઆર મેનેજરને પકડ્યો. ત્યારે તેણે કબૂલ્યું કે તેણે 8 વર્ષમાં ૨૨ નકલી કર્મચારીઓનો ડેટા ફીડ કરીને કંપની સાથે લગભગ 18 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

તપાસ કરતાં માલૂમ પડ્યું કે 2014માં આ છેતરપિંડી (China News) કરવાની શરૂ થઈ હતી. પરંતુ 2022માં પોલ ખૂલી ગઈ. જ્યારે ટેક કંપનીએ નોંધ્યું કે આ સન નામનો કર્મચારીની નિયમિત હાજર રહે છે એવું બતાવવામાં આવે છે પ્લસ તેને સમયસર પગાર પણ અપાય છે. પરંતુ હજુ સુધી કોઈ દિવસ તે દેખાયો જ નથી. જ્યારે કેસની તપાસ કરવામાં આવી ત્યારે આખી ગેમ પકડાઈ હતી.

offbeat news china international news world news