China News: WiFiને લીધે બ્રેકઅપ પણ થઈ શકે છે! ચીની કપલનો અજીબોગરીબ કિસ્સો

13 May, 2025 10:50 AM IST  |  China | Gujarati Mid-day Online Correspondent

China News: બોયફ્રેન્ડને થયું તેની પાર્ટનર પહેલા પણ કોઈ બીજા સાથે આ હોટેલમાં આવી જ હશે એટલે એના ડિવાઇસમાં હોટેલનું વાયફાય ઓટોકનેક્ટ થયું.

પ્રતીકાત્મક તસવીર

China News: આજકલ તો બ્રેકઅપનો વિષય એટલો સર્વસામાન્ય બની ગયો છે કે નજીવી બાબતોને લઈને દંપતી પોતાના સાથીદાર સાથે સંબંધ તોડી નાખે છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો બન્યો. અને એક કપલ વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા, અને એ પાછળ કારણભૂત હતું- વાયફાય (Wifi)

આ વાત છે ચીનના ચોંગકિંગ શહેરની. અહીં વેકેશન ગાળવા માટે એક કપલ હોટેલમાં ગયા હતા. પણ જેવુ આ કપલ હોટેલમાં એન્ટર થયું કે તરત યુવતીના મોબાઇલમાં હોટલનું વાઇફાઇ ઓટોકનેક્ટ એટલે કે આપમેળે કનેક્ટ થઈ ગયું.

યુવતીના મોબાઇલમાં હોટેલનું વાઇફાઈ ઓટોકનેક્ટ થઈ જતાં યુવકને શંકા ગઈ કે તેની પાર્ટનર આ પહેલાં પણ તે જ હોટલમાં આવી ચૂકી છે. પણ આની પહેલાં યુવતી પોતાની જોડે તો ક્યારેય આ હોટેલમાં આવી નહોતી, એટલે આ યુવકને શક થઈ ગયો કે તેની પાર્ટનર કદાચ કોઈ બીજા વ્યક્તિ જોડે આ હોટેલમાં આવી ચૂકી છે. બંને વચ્ચે આ મામલે દલીલ પણ થઈ હતી. અને છેવટે બ્રેકઅપ થઈ ગયું હતું.

લી નામની યુવતી (China News) જેવી હોટેલમાં પ્રવેશી અને ચેક-ઇન કરી રહી હતી ત્યારે તેણે ડિજિટલ આઈડી જનરેટ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન યુવતીનો ફોન આપમેળે હોટલના વાઇફાઇ સાથે કનેક્ટ થઈ ગયો. ત્યારે લીના બોયફ્રેન્ડે તરત જ આ નોટિસ કર્યું અને પૂછ્યું કે "શું તું પહેલાં પણ અહીં આવી ચૂકી છે?"

પોતાના બોયફ્રેન્ડની વાતનો જવાબ આપતાં લીએ કહ્યું કે, ના. હું અહીં આ પહેલાં ક્યારેય આવી નથી. અને તેને પોતાને પણ અચરજ થઈ રહ્યું છે કે તેનો ફોન આપમેળે કેવી રીતે કનેક્ટ થઈ ગયો. આટલી સ્પષ્ટતા કર્યા બાદ પણ લીના બોયફ્રેન્ડને લીની વાત પર વિશ્વાસ ન બેઠો. ઉપરથી તેણે એવું વિચાર્યું કે લી ખોટું બોલી રહી છે. તે પહેલા કોઈ બીજા સાથે આ હોટેલમાં આવી જ હશે.

બંને વચ્ચે ઝઘડો (China News) વધ્યો અને આખરે બ્રેકઅપ  સુધી વાત આવી ગઈ. લીએ આ વાત તેના મિત્રોને પણ કહી પણ કોઈ તેના પક્ષમાં બોલ્યું નહીં. બધાને એમ જ લાગ્યું કે લી જ ખોટું બોલી રહી છે.

China News: જો કે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે લીએ જ્યારે આ બાબતે તપાસ આદરી તો એને જાણવા મળ્યું કે તે અગાઉ એક હોટલમાં કામ કરતી હતી જે આ હોટેલ જેવા જ સેમ WiFi નેટવર્કનો ઉપયોગ કરતી હતી. એટલે તેનો મોબાઈલ અહીંના વાયફાય સાથે કનેક્ટ થઈ ગયો હતો.

ત્યાં સિસ્ટમ જ એવી છે કે તમારો સ્માર્ટફોન અગાઉ સેવ કરેલા નેટવર્ક જેવા જ નામ અને પાસવર્ડ સાથેના નવા નેટવર્ક ઓટોમેટિકલી કનેક્ટ થઈ જાય છે. 

આ બનાવ બન્યા બાદ લીએ અન્ય યુઝર્સને આવી ગેરસમજ ટાળવા માટે ઓટો-કનેક્ટ વિકલ્પ બંધ રાખવાની સલાહ પણ આપી હતી.

china offbeat news international news world news