ભરપૂર ડેટિંગ કરો, પણ બ્રેકઅપ કરવાની પહેલ કરશો તો આપવી પડશે બ્રેકઅપ ફી

26 May, 2026 12:31 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં તાજેતરમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે જેમાં ફેનશોઉ ફેઈ એટલે કે બ્રેકઅપ ફીઝની લેવડદેવડ શરૂ કરવામાં આવી છે. છોકરા-છોકરીમાંથી જે પણ પાર્ટનર સંબંધને તોડેલો જાહેર કરે તેણે બીજા પાર્ટનરને એની ફી આપવી પડે છે.

ફેનશોઉ ફેઈ

ચીનમાં તાજેતરમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે જેમાં ફેનશોઉ ફેઈ એટલે કે બ્રેકઅપ ફીઝની લેવડદેવડ શરૂ કરવામાં આવી છે. છોકરા-છોકરીમાંથી જે પણ પાર્ટનર સંબંધને તોડેલો જાહેર કરે તેણે બીજા પાર્ટનરને એની ફી આપવી પડે છે. ચીનમાં આ કોઈ જૂની પરંપરા કે નવો કાનૂન નથી, પરંતુ મૉડર્ન ડેટિંગ કલ્ચરમાં શરૂ થયેલી નવી પ્રથા છે. બ્રેકઅપ ફીને આજના યુવાનો વળતરની રીતે જુએ છે. કોઈ પણ સંબંધમાં તમે સમય, લાગણીઓ ખર્ચ્યા હોય અને એ તૂટી જાય તો એ તોડનારે એનું વળતર ચૂકવવું જ પડે એવું આજની પેઢી માને છે. આ રકમ થોડાક યુઆનથી લઈને લાખો યુઆન સુધી પણ પહોંચી શકે છે. ચીનમાં જોવા મળ્યું છે કે મોટા ભાગે આ ફીઝ ચૂકવવાનો વારો પુરુષોએ જ આવે છે. તાજેતરમાં હાન્ગઝોઉ શહેરમાં એક ભાઈએ તેની એક્સ-ગર્લફ્રેન્ડને બ્રેકઅપ ફી પેટે ૩ લાખ ડૉલર ભરેલી સૂટકેસ આપી હતી.

ડેટિંગમાં બ્રેકઅપ પહેલાં આ બાબતની સ્પષ્ટતા કરવી જરૂરી છે. સંબંધો તૂટ્યા પછી તમે એમ જ વળતર માગી શકો નહીં. આજની પેઢી ડેટિંગ શરૂ કરે ત્યારે જ જો લેખિત કરાર કરી લે તો એ કરારના આધારે બીજો પાર્ટનર કોર્ટમાં ચડીને પોતાનું વળતર માગી શકે છે. અહીં સવાલ એ છે કે જો સંબંધ શરૂ થતાં પહેલાં જ જે સંબંધમાં તૂટ્યા પછીની જોગવાઈઓ નક્કી થઈ જાય ત્યારે એમાં પ્રેમ, લાગણી અને ભરોસાનું ઊંડાણ ક્યાંથી આવે? 

sex and relationships relationships china beijing offbeat news