✕

ચીનમાં સ્ટવ પર જાતે જ સતત ઊછળ્યા કરે એવી કડાઈમાં જમવાનું બને છે

25 November, 2026 07:02 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

આ કિચનમાં એક જ શેફ છે જે અલગ-અલગ ૧૦થી ૧૧ સ્ટવ પર એકસાથે વાનગીઓ રાંધે છે.

ચીનમાં સ્ટવ પર જાતે જ સતત ઊછળ્યા કરે એવી કડાઈ

ચીનમાં જમવાનું બનાવવા માટે રોબોટિક સિસ્ટમ હવે ખૂબ કૉમન થઈ ગઈ છે, જોકે તાજેતરમાં એક રેસ્ટોરાંમાં અનોખી ઑટોમૅટિક કડાઈઓ મૂકવામાં આવી છે. સામાન્ય રીતે ચાઇનીઝ વાનગીઓ બનાવતી વખતે રસોઈયાઓ જેમ કડાઈમાં રાઇસને ઉછાળે છે એવું જ આ રોબોટિક કડાઈઓ આપમેળે સ્ટવ પર ઊછળી-ઊછળીને કરે છે. એમ કરવાથી વાનગી નીચે ચોંટતી પણ નથી અને સતત ચોમેરથી એ રંધાય છે. સામાન્ય રીતે ચાઇનીઝ વાનગીઓ ઑર્ડર મુજબ થોડી-થોડી માત્રામાં જ બનાવવામાં આવે છે. એ ટેક્નિક માટે આ કડાઈ પર્ફેક્ટ છે. આપમેળે કડાઈ જે રીતે ઊછળતી રહે છે જાણે કોઈ નિષ્ણાત શેફ કડાઈ ઘુમાવતો હોય. આ કિચનમાં એક જ શેફ છે જે અલગ-અલગ ૧૦થી ૧૧ સ્ટવ પર એકસાથે વાનગીઓ રાંધે છે.

china technology news tech news ai artificial intelligence food news offbeat news