18 June, 2026 11:24 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનના આર્ટિસ્ટ વિવિઅન હુઆંગનું સુંદર આર્ટ
સ્નીકર્સ જ્યારે વપરાઈને ફાટી જાય એ પછી શું કરવાનું? ફેંકી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો? ચીનના આર્ટિસ્ટ વિવિઅન હુઆંગે એને સુંદર આર્ટમાં ફેરવવાનું શરૂ કર્યું છે. હુઆંગભાઈ ફેંકી દેવાયેલાં સ્નીકર્સ એકત્ર કરીને રાખે છે અને એમાંથી વિવિધ સાઇઝનાં અને શેપનાં ફ્લાવર્સનું સ્વરૂપ આપે છે. સ્નીકર્સની ઇનબિલ્ટ ડિઝાઇનને એવી રીતે યુઝ કરવામાં આવે છે જાણે એક-એક પાંખડી યુનિક હોય. એ જૂનાં સ્નીકર્સને બ્રાઇટ રંગો દ્વારા સજાવવામાં આવે છે અને બની જાય છે આંખોને ટાઢક આપે એવાં મજાનાં ફૂલ.