મોબાઇલના સિમ કાર્ડમાંથી ૩૦ લાખ રૂપિયાનું સોનું અલગ તારવ્યું હોવાનો ચીનીનો દાવો

01 February, 2026 02:57 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ માટે તેણે હજારો જૂનાં સિમ કાર્ડ્‍સ અને ઇલેક્ટ્રૉનિક ચિપ્સ એકઠાં કર્યાં હતાં

સિમ કાર્ડ્‍સ પર કેમિકલ-પ્રોસેસ કરીને એમાંથી એટલું સોનું કાઢ્યું

ચીનમાં એક બ્લૉગરે દાવો કર્યો છે કે તેણે મોબાઇલમાં વપરાતાં સિમ કાર્ડ્‍સ પર કેમિકલ-પ્રોસેસ કરીને એમાંથી એટલું સોનું કાઢ્યું છે જે લગભગ ૩૦ લાખ રૂપિયા બરાબરનું હતું. આ માટે તેણે હજારો જૂનાં સિમ કાર્ડ્‍સ અને ઇલેક્ટ્રૉનિક ચિપ્સ એકઠાં કર્યાં હતાં. એ ચિપ્સ પર કેમિકલ પ્રોસેસ કરીને એમાંથી ખાસ પ્રકારનું લિક્વિડ અલગ તારવ્યું હતું જે પાછું જામીને સોનું બની ગયું હતું. આ પ્રોસેસનો વિડિયો પણ તેણે સોશ્યલ મીડિયામાં રજૂ કર્યો હતો. એક સિમ કાર્ડમાં લગભગ ૨૦ મિલીગ્રામ જેટલું સોનું હોય છે. જોકે એક્સપર્ટ્‍સનું કહેવું છે કે એક સિમ કાર્ડ બનાવતી વખતે માત્ર ૦.૪૭ મિલીગ્રામ સોનું જ વપરાય છે. હજારો સિમ કાર્ડમાંથી તેણે ૧૯૧ ગ્રામ સોનું કાઢ્યું હતું જેની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયા હતી. જોકે એક વાત અહીં સમજવા જેવી છે કે બ્લૉગરે જે સિમ કાર્ડ વાપરેલાં એ સામાન્ય નહોતાં. એ ગોલ્ડપ્લેટેડ ઇલેક્ટ્રૉનિક વેસ્ટ હતો જે પ્રોફેશનલ રીસાઇક્લિંગ દ્વારા અલગ તારવવામાં આવે છે. આટલીબધી જદ્દોજહદ કરવામાં પણ ખૂબ ખર્ચો થઈ જાય છે એટલે સોના કરતાં ઘડામણ મોંઘું એવો ઘાટ બને છે. અલબત્ત, ચીનીભાઈનું કહેવું છે કે તેનો હેતુ માત્ર રીસાઇક્લિંગનું મહત્ત્વ સમજાવવાનો હતો, સોનું મેળવીને સનસની ફેલાવવાનો નહીં. 

offbeat news china international news world news